ભિલોડામાં શ્રી ગાયત્રી પરિવાર ધ્વારા વ્યસન મુક્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
0
મે 31, 2025
મે 31, 2025
અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર ધ્વારા આજે તા. ૩૧મી - મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વ્યસન મુક્તિ, જન જાગૃતિ અને જન જાગરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.ભિલોડામાં એસ. ટી. બસ સ્ટેશન સહિત જાહેર અનેકવિધ સ્થળો પર વ્યસન મુક્તિ સંદર્ભે પ્રદર્શન અને પુસ્તકો નું વિતરણ શ્રી ગાયત્રી પરિવાર દ્વારા કર્યું હતું.વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.લોક સમુદાય ને વ્યસનમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી તેના સંદર્ભે જાગૃત કર્યા હતા.

