ભિલોડામાં આવો પ્રભુના દ્વાર, પાઓ ખુશીઓ નો અમુલ્ય ભંડાર
0
એપ્રિલ 17, 2025

બ્રહ્મા કુમારીઝ પરિવાર, ભિલોડા સહિત સેવાભાવી ગ્રામજનો આયોજીત તા. 12મી થી 14મી એપ્રિલ સુધી રાત્રી દરમિયાન 8 થી 10 કલાકે તણાવ મુક્ત, જીવન જીવવા માટેની અદ્ભુત કળા તેમજ આધ્યાત્મિક જ્ઞાન, ધ્યાન, ધારણા સેવા અને યોગ દ્વારા તેનું સમાધાન કેવી રીતે કરી શકાય તે માટેનો અમુલ્ય નિઃશુલ્ક સેમિનાર જય ભોલેનાથ પાર્ટી પ્લોટ, ભિલોડામાં યોજાયા હતો.મુખ્ય પ્રવક્તા પુ. ડો. કિરણબેન પ્રોફેસર, તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, આદિપુર - કચ્છ, ગુજરાત દ્વારા યોજાયો હતો.માનસિક સશક્તિકરણ, માનવ - માનવ વચ્ચે નું અંતર, જીવનમાં ભાગવાનું નથી, ચાલવાનું છે, જાગવાનું છે, ચિત્ર એવું ચરિત્ર, વિદ્યાર્થીઓ અને વાલી વચ્ચે શિક્ષણમાં તણાવ, NEP પોલિસી, AI નો ઉપયોગ, શ્રી રામકથા આધારિત ડ્રામા, સ્વર્ણિમ ભારત નું સ્વપ્ન, વિશ્વ ગુરૂ બનવા માટેની તૈયારી જેવા અનેક મુદ્દાઓની વિસ્તૃત માહિતી ઉદાહરણ સ્વરૂપે પુરી પાડી હતી ઉપરાંત તા. 15 એપ્રિલના રોજ આ. રા. બી. કે. ચંદ્રિકા દીદીના પાવન પગલા ભિલોડા શહેરની પવિત્ર પાવન ધરા પર પડતા આ ધરા ધન્ય થઈ છે જે ભિલોડનું અહોભાગ્ય છે. પુ.દાદી એ જીવનનો અર્થ સમજાવી પરમ પુરૂષ પરમાત્માએ આપેલ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરી આભાર માનવો તેમજ ગુરૂ વિના જ્ઞાન નહિ, ગતિ નહિ... નિ:શુલ્ક સેમિનારમાં પુ. જયોતિ દીદી, પુ. ઈલાદીદી, પુ. મોહીની દીદી પધાર્યા હતા.ભિલોડા બ્રહ્માકુમારીઝ સંસ્થાનું સંચાલન શોભા દીદી કરી રહ્યા છે. વ્યવસ્થાપન દિપાલી દીદી સહિત ચાર દિવસીય સમગ્ર કાર્યક્રમને તન-મન-ધનથી સફળ બનાવવા માટે ભિલોડાનગરના દરેક સમાજમાંથી યુવાનો, ભાઈઓ - બહેનો, વિદ્યાર્થીઓ, માતાઓ, વડીલો, રાજકીય, સામાજીક અગ્રણીઓએ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમ પુર્ણાહુતી નિમિત્તે સામુહિક બ્રહ્મભોજનનો આનંદ ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો.