મોડાસામાં ચાર રસ્તાથી લઈ નાગરિક બેંક સુધીના કેબીનો હટાવી રસ્તા પૈકી જમીન ખુલ્લી કરવામાં આવી છે...


તાજેતરમાં બજાર વિસ્તારમાં જાહેર માર્ગ પર આવેલ નહેરુ માર્ગ કેબીનો હટાવી લઇ તેઓની પાકી દુકાનોમાં સ્થળાંતર તથા માર્ગ ખુલ્લો બન્યો હતો તેમ છતાં કેટલાક કેબિન ધારકોએ ન હટાવતા આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા હીરાલાલ ભુવન  આગળ કોઈક કારણોસર રહી ગયેલા રસ્તા પૈકીના એક કેબીનને મોડાસા નગરપાલિકાની દબાણ શાખા એ જેસીબી દ્વારા આજે હટાવી દઇ

કેબીનનો કાટમાળ નગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવતા સસ્તા પેઢીનો માલ ખુલ્લો બન્યો હતો હજુ પણ વણઝારી વાવ આગળના કેટલાક કેબીનો કયા કારણસર ઉઠાવાયા નથી તે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે આજકાલ ઉઠાવેલા કેબીનોની જગ્યાએ શાકભાજી ફ્રુટની લારીવાળા અડીંગો જમાવતા રસ્તો સાંકડો  બનેલ છે જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન વિકટ છે આ અંગે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી વેપારીઓની માગ છે નગરપાલિકા તંત્રદ્વારા આ માર્ગને જલ્દીથી આઇકોનિક માર્ગ બનાવીને રળિયામણો બનાવાય તેવી લોક માંગ પ્રબળ બનેલ છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P