*🛕🙏|| જય એકલિંગજી નાથ પ્રભુ વિજયતે || 🙏🛕**હર હર મહાદેવ ☘️ ॐ નમ શિવાય નો ગગનભેદી નાદ ગુંજયો...શ્રી એકલિંગજી ભગવાનના મુખ્ય મંદિર, કૈલાશપુરી, રાજસ્થાન રાજયના શ્રી એકલિંગજી મંદિરમાં આજે પાટોત્સવ નિમિત્તે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારસોલી મધ્યે પવિત્ર પાવન ભુમિ પર શ્રી એકલિંગજી મંદિરમાં રૂદ્રી, અભિષેક અને પ્રસાદનું આયોજન શ્રી એકલિંગજી ટ્રસ્ટ, નારસોલી, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, ગ્રામજનો, સેવાભાવી ભાવિક-ભક્તો દ્વારા આયોજન કર્યું હતું.**
શ્રી એકલિંગજી મંદિરમાં ભકિતભાવ સાથે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પુર્વક ધાર્મિક કાર્યક્રમ નિમિત્તે મુખ્ય યજમાન ગિરીશભાઈ રધુનાથ ઠાકર,પરીવાર... ( વાંકાનેર,મુંબઈ ) સહિત ભાવિક-ભક્તોએ શ્રી એકલિંગજી ભગવાનની ભકિતભાવ પુર્વક ભક્તિમય માહોલ વચ્ચે પુજન, અર્ચન, આરતી કર્યા બાદ દિવ્ય દર્શન કરીને પ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.*