કબીર સાહેબના જીવદયાના સંદેશ સાથે ગુજરાતમાં "સદગુરુ કબીર નવોદય યાત્રા" દ્વારા એક મિશનના સ્વરુપમાં જનચેતના જગાવાવાનો આધ્યાત્મિક અવસર યોજાયો. કબીર પંથના સુકાની કબીર ધર્મનગર, દામાખેડા,છત્તીસગઢના નવોદિત વંશાચાર્ય પંથ શ્રી હજુર ઉદિત મુનિ નામ સાહેબ અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે મહંત બાલકદાસ સાહેબની કબીર કુટિર ડુગરવડા ખાતે જીવદયા સદભાવના ભાઈચારાના સંદેશને લઈ પધાર્યા હતા.ભક્તિ પ્રેમી શ્રોતાગણને સાચા અર્થમાં માનવજીવન સાર્થક કરવા માટે આત્મજ્ઞાન સાથે સાથે સર્વે જીવ જંતુ અને વનસ્પતિ પ્રત્યે દયા, કરુણા અને સદભાવના રાખવા ઉપદેશાત્મક વાણી વહાવી હતી. સમાજમાં ફેલાયેલી અસામાજિક પ્રવૃત્તિઓડામવા દરેક વ્યક્તિને સજાગ થવા અપીલ કરી હતી.વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા શુભેચ્છા રુપે અશ્વિન રાઠોડ,ડો.પ્રવિણ અમીન, જીવદયા પ્રેમી નિલેશ જોષી, ચંદ્રકાંત પટેલ,જયેશ અમીન, ભરત પરમાર, દીલીપ સાહેબ, પ્રવિણ સોનેરી, અમિત કવિ ડી.પી.અસારી, દિનેશ સોનેરી સહિત આગેવાનોએ વંશાચાર્યશ્રીનુ સન્માન કર્યું હતું.આ
પ્રસંગે દેવરાજ ધામના મહંત ધનગીરી મહારાજ તથા અલગ અલગ પ્રાંત, પ્રદેશથી સાધુ, સંતો, મહંતો પધારીને પ્રસંગ શોભાવ્યો હતો. કાર્યક્રમને સ્વભાવનાર મહંત બાલકદાસજી ના પરિવાર દ્વારા સંતો ભક્તોનો આભાર માન્યો હતો