સ
રસ્વતી બાલમંદિર મંડળ શ્રી વી એસ શાહ પ્રા શાળામાં વિદ્યા ભારતી ના પૂર્ણકાલીન બાબુભાઈ રથવી મંત્રી ચૈતન્ય ભટ્ટ શાળાની મુલાકાતે આવ્યા શાળાના પ્રમુખ નિલેશભાઈ જોશી સાથે ચર્ચા વિચારણા કરી હતી વિદ્યા ભારતી 414 શાળાઓ ચલાવતી સંસ્થા છે જેમાં 70 હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે 3000 થી વધુ આચાર્ય અને શિક્ષકો આ સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં વિદ્યા ભારતીની સ્કૂલો અને બાળકો જોડાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિ યોગ પરંપરા શિસ્ત નમ્રતા લીડરતા નીડરતા જેવા ગુણો બાળકોમાં વિકાસ પામે તે માટે વિદ્યા ભારતી સમગ્ર ભારતમાં પોતાના સાથે સંસ્થાઓ જોડાય તે માટે પ્રયત્નશીલ છે આ મુલાકાત દરમિયાન આગામી રામનવમી ની ઉજવણી પણ બાળકો અને સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી શ્રીકાંત ગાંધી આચાર્ય વિશાલ પંડ્યા અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું