મોડાસામાં ડીસાકાંડબાદ અરવલ્લી એસ.ઓજી પોલીસે દારૂખાનાની દુકાન ગોડાઉન પર તપાસ હાથ ધરી..
0
એપ્રિલ 04, 2025

તાજેતરમાં ડીસામાં દારૂખાનાની ફેક્ટરીમાં આગ લાગતા 21 નિર્દોષ વ્યક્તિ આગમાં ભુઝાઈ ગયાહતા ગુજરાત રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ફટાકડાના ગોડાઉન તથા દુકાનોની તપાસણી અર્થે આદેશ આપેલ છે જે અનુસંધાને અરવલ્લીમોડાસામાં એસઓજી પોલીસે ત્રણ વિસ્તારમાં આવેલ ફટાકડાનીદુકાન(૧) શંકર ક્રેકર્સ( 2) રામદેવ મેધા માર્ટ (3)તારાચંદ પિતામ્બરદાસ શાહની દુકાનોમાં તપાસમાં ફાયરસેફટીના સાધનો છે કે કેમ?તથા પરવનામાં જણાવેલ તેટલો જથ્થો રાખેલ છે કે કેમ જે સંબંધે મોડાસામાં વારાફરતી ચેક તથા ત્રણેક દુકાનમાં કાઉન્ટર પર ઇસમો હાજર હોય જેનું નામ પૂછતા (1) તારાચંદ પીતાંબરદાસ શાહ રહે 20 લક્ષ્મી સોસાયટી મોડાસા (2) કેયુર નરેન્દ્રભાઈ શાહ નંદનવન સોસાયટી મોડાસા (3) વિવેક ધનસુખભાઈ શાહ માણેકબાગ સોસાયટી મોડાસા આ ત્રણેય આરોપીઓએ પોતાના કબજા ભોગવટાના ફટાકડાના ગોડાઉનમાં લાયસન્સમાં જણાવ્યા કરતા વધુ જથ્થો રાખી તેમજ ઈલેક્ટ્રીકના વાયરોની લાઈન દીવાલની અંદર નહીં રાખી દિવાલની બહાર પ્લાસ્ટિકની પાઇપોમાં વાયરીંગ કરી શોર્ટ સર્કિટ થવાની આગ લાગવાની સંભાવના થવાની હકીકત જાણતા હોવાછતાં બેદરકારીથી અગ્નિ અથવા સળગી ઊઠે તેવા પદાર્થથી માણસોના જિંદગીની સંભવિત જોખમ સામે પુરતો બચાવ રહે તેવી વ્યવસ્થા જાણીજોઈને નહીં કરીને પોતાના ગોડાઉનમાં લાઇસન્સ કરતા વધુ સ્ફોટક પદાર્થનો જથ્થો રાખી બેદરકારી ભર્યું આચરણ કરેલ મળી આવેલ જેઓની સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ એક્સપ્લોઝીવ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અટકાયત કરેલ છે