અખંડ ભૂમડલાચાર્ય જગદગુરુ વલ્લભાચાર્ય ના પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી મોડાસા ખાતે શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે વિશાળ વૈષ્ણવ સમુદાય ની ઉપસ્થિતિમાં ચૈત્ર વદ-૧૧ ના ગુરૂવાર ના રોજ ઉજવવામાં આવેલ હતીમંદિર ના ટ્રસ્ટ ના પ્રમુખ મનહર ભાઈ શેઠ ના જણાવેલ અગાઉ બુધવાર ની રાત્રે મંદિર ખાતે પ્રાગટ્ય ઉત્સવ ની વધાઈ માં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ બહેનો જોડાઈ કીર્તન ગુણગાન કરી મનોરથી દ્વારા તિલક કરવામાં આવેલ શનિવારે વહેલી સવારે મંગળા દર્શન આરતી રાજભોગ દર્શન માં પ્રભુ ફૂલમંડલી માં બિરાજેલ વૈષ્ણવ બહનો એ કીર્તન ગુણગાન તેમજ મનોરાથી દ્વારા માળા તિલક કરીને ઉત્સવને મંગલમય બનાવેલઆ
પાવન પ્રસંગે મંદિર થી નીકળેલ શોભાયાત્રા નગર ના વિવિધ વિસ્તારો માં પરિભ્રમણ કરી કીર્તન ગુણગાન તેમજ જે જે. શ્રી ગોકુલેશના નારા સાથે નિજ મંદિરે ઢળતી સંધ્યાએ પરત ફરીઆ શોભાયાત્રા માં વૈષ્ણવ ભક્તો દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી ,લીંબૂ પાણી , દૂધ ની વ્યવસ્થા કરાઇ હતી શોભાયાત્રા માં વૈષ્ણવ ભાઈઓ કેસરી વસ્ત્ર તેમજ બહેનો એ કેસરી સાડી માં જોડાયા હતા ઉત્સવ પર્વ કળશ વધાવ્યા બાદ વૈષ્ણવ ભક્તો એ ઝરીના બંગલા મા પ્રભુ ના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતીઉત્સવ ને મંગલમય બનાવવા મહેન્દ્રભાઇ ગાંધી,જયેશ ભાઈ ગાંધી ,રાજુ મામા તેમજ રાજુ ભાઈ શેઠ અને મુખિયાજી પવન ભાઈ શર્મા એ તેમજ કમિટી દ્વારા ઉત્સવને ચંપારણ્ય ધામ જેવું બનાવાયું હોય તેવો માહોલ ઉભો થયો હતો