શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. અને સમાજના દરેક વર્ગને પ્રોત્સાહિત કરવાનું પણ કામકરેછે.એસોસિએશનના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે *લાયન્સ ક્લબ મોડાસા આયોજિત બહેરા મૂંગા યુવક યુવતીઓના સમૂહ લગ્નોત્સવમાં રૂ. 50000/ (રૂ.25000/ એસોસિયેશન દ્વારા અને રૂ.25000/ મંડળી દ્વારા) નું આર્થિક યોગદાન આપવામાં આવ્યુ.* આ પ્રસંગે મંડળી ના સી ઈ બી ઇસ્માઇલભાઇ દાદુ, ચેરમેન
પંકજભાઈબુટાલા,એસોસિએશનના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ, મંત્રી મુકુન્દભાઈ શાહ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ શાહ તેમજ પ્રવીણભાઈ પટેલ, સોવેનિયર કમિટી ચેરમેન જગદીશભાઈ ભાવસાર, તેમજ મંડળીના મેનેજર નરેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.