અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત (કૉલેજ સંવર્ગ) મહેસાણા જિલ્લો પ્રેરિત "વર્ષ પ્રતિપદા - હિંદુ નવ વર્ષ વધામણા" અંતર્ગત અધ્યાપક - શિક્ષણવિદ મિલનનો કાર્યક્રમ ડો આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કૉલેજ, ઊંઝા ખાતે યોજાઈ ગયો. જેમાં શ્રી બી. પી. બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડૉ. આશાબહેન પટેલ સરકારી વિજ્ઞાન કૉલેજ, મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લૉ કોલેજ, મહિલા બી. એડ. કોલેજ , બી. બી.એ - બી.સી. એ. કૉલેજ, ઊંઝાના કુલ 35 અઘ્યાપક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.ચૈત્ર સુદ એકમથી હિન્દુ નવવર્ષની શરૂઆતને વધાવવા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા બી. એડ. કોલેજ, ના આચાર્ય ડૉ આશિષભાઈ ઠાકરે મુખ્ય વકતા તરીકે ઊપસ્થિત રહી હિન્દુ કાલગણના, હિન્દૂ કેલેન્ડર, હિન્દુ વિરાસત અને હિંદુ સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિવિધ વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. સાથોસાથ પર્યાવરણ, સામાજિક સમરસતા, કુંટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સ્વદેશી માટે ચિંતન કરવા આહ્વાન કર્યું હતું. વિક્રમ સંવત ૨૦૮૨, યુગાબ્દ ૫૧૨૭ના વધામણાં અંતર્ગત ચૈત્ર સુદ એકમના ઐતિહાસિક દિવસ નિમિતે બ્રહ્માજીએ સૃષ્ટિની કરેલ રચના, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ રાજ્યાભિષેક,આરએસએસ સ્થાપક પૂ. ડો કેશવ બલિરામ હેડગેવારજી જન્મદિવસ, ડો ભીમરાવ આંબેડકરજી જન્મદિવસ, વરૂણાવતાર ભગવાન ઝૂલેલાલ જન્મદિવસ, મહર્ષિ ગૌતમઋષિ જન્મ, આર્યસમાજ સ્થાપના દિવસ વગેરેને યાદ કરી પ્રિ આશિષભાઈ ઠાકરે બૌધ્ધિક આપ્યું હતું. પ્રિ ડૉ. રાકેશ રાવે અતિથિ તરીકે પ્રસંગોચિત ઉચિત વાત મૂકી હતી. પ્રિ
. ડૉ. જગદીશ પ્રજાપતિ, પ્રા. ડૉ. જે. એમ. ચૌધરી, ડૉ. અજીતસિંહ ઠાકોર અને ડૉ. પ્રીતિબેન પટેલે કાર્યક્રમને સફળ બનાવવા સંકલન ની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડૉ. કે. એમ. જોશીએ કર્યું હતું. આભારવિધિ ડૉ. પ્રીતિ પટેલે કરી હતી.