જાયન્ટ્સ મોડાસા દ્વારા પ્રયાગરાજ સફાઈ કામદારોને *સ્વચ્છ પ્રયાગરાજ મહાકુંભ 2025 સન્માન પત્ર* આપી સન્માનિત કરવામાં આવ્યા




પ્રયાગરાજ ગંગા જમના સરસ્વતી ની રેત પર 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં દેશ વિદેશ માંથી કરોડો લોકો આવી પવિત્ર સંગમ સ્થાનમાં સ્નાન કરી ધન્યતા અનુભવી અને સનાતન ધર્મનું સફળ આયોજન નિહાળ્યું સાથે સંગમની રજ અને પવિત્ર જળ સાથે અક્ષય વટ ના પત્તા દેશ અને વિશ્વના અનેક દેશોમાં શ્રદ્ધા સાથે લઈ જવામાં આવ્યા

     ભારત દેશ ની સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે આ રાષ્ટ્રની ભૂમિ એ દેવોની ભૂમિ છે અહીંયા સંતો મહંતો, મંડલેશ્વરો અને અવતારી પુરુષોએ આ ભૂમિ પર જન્મ લીધો છે જે આપણા સનાતન ધર્મના શાસ્ત્રો, વેદ, પુરાણો, મહાભારત, રામાયણ માં જાણવા મળે છે દર ત્રણ વર્ષે કુંભ મેળો છ વર્ષે અર્ધ કુંભ મેળો બાર વર્ષે પૂર્ણ કુંભ મેળો અને આવા બાર વખત પૂર્ણ કુંભ મેળા બાદ એક મહાકુંભ મેળો જે પ્રયાગરાજ માં યોજાયો આ મહા કુંભ મેળા મા દેશ વિદેશથી કરોડો શ્રદ્ધાળુ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ઘાટ સ્નાન કરી ધન્યતા અનુભવી

       વિશ્વમાં કોરોના કાળ દરમિયાન ઘરની બે વ્યક્તિ સામ સામે બેસી વાતચીત કરી શકતી નહોતી હાથ પણ મિલાવી નહોતા શકતા જ્યારે આ ભૂમિ પર દરરોજ કરોડો શ્રદ્ધાળુ આવતા તેમના માટે સરકારશ્રી, પ્રશાસન,વિવિધ એજન્સીઓ, સેવાકીય સંસ્થાઓ, અખાડા, રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા દરેક પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં ભોજન પાણી રહેઠાણ મેડિકલ શૌચાલય દરેક જાતની સેવાઓ મળી રહેતી આ સેવાઓ થી સર્વોપરી સેવા એ સ્વચ્છતા જે સફાઈ કામદારો દ્વારા કુંભ મેળામાં આવતા કરોડો લોકો ના સ્વાસ્થ્ય માટે રાત દિવસ સફાઈ કરતા હતા જેને કારણે કરોડો શ્રદ્ધાળુ સ્નાન કરી પરત ઘરે ગયા પણ કોઈ ને વાઇરસ કે કોઈ બીમારી લાગુ ના પડી આવા સફાઈ કામદાર યોદ્ધાઓ માટે સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ગુજરાત સંચાલિત જાયન્ટ્સ મોડાસા દ્વારા  ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર અને તેમની ટીમ દ્વારા પ્રયાગરાજ સફાઈ કામદારોને *સ્વચ્છ પ્રયાગરાજ મહાકુંભ મેળો 2025* સન્માન પત્ર પ્રયાગરાજ વિવિધ ઘાટ અખાડા ફરી સફાઈ કામદારો ને સન્માન પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા આ રાષ્ટ્રીય કાર્ય બદલ જાયન્ટ્સ મોડાસા ટીમને વિવિધ સંસ્થાઓ અને પબ્લિક દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P