જાયન્ટ્સ મોડાસા તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ અરવલ્લી સંયુક્ત જીવ દયા વોલેન્ટરો માટે તાલીમ શિબિર યોજાઈ

 ગુ




જરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી અંતર્ગત આજરોજ મોડાસા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અરવલ્લી જિલ્લા તેમજ જાયન્ટ્સ મોડાસા સંયુક્ત પશુ પક્ષી માટે ના કલ્યાણ અને બચાવ ની કામગીરીમાં જોડાયેલ જીવ દયા ની કામગીરી કરે છે તેવા વોલેન્ટરો માટે આજે પ્રાથમિક સારવાર માટે તાલીમ શિબિર નો આયોજન કરવામાં આવ્યું તેમાં અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોષી અમિત કવિ દ્વારા પ્રસંગ અનુરૂપ પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું તેમજ તાલીમમાં અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્ય સચિવ અને ન્યાય પશુપાલન નિયામક શ્રી ડૉ. વસંત પરમાર મોડાસા તાલુકા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડૉ .સુભાષભાઈ પટેલ એસ.પી.સી.એ. અધિકારી ડૉ .નેહલભાઈ રાઠોડ દ્વારા પ્રાથમિક સારવારની પ્રોજેક્ટ દ્વારા ખૂબ સુંદર માહિતી આપવામાં આવી અને પ્રાણી કલ્યાણ અંગેના વિવિધ કાયદાઓથી માહિતગાર કર્યા હતા. આ તાલીમમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ પ્રદીપ ખંભોળજા જાયન્ટ્સ ઝોન ડાયરેકટર પ્રવીણ પરમાર દ્વારા  આ તાલીમમાં સહયોગ મળ્યો હતો તાલીમને અંતે પશુ પક્ષી માટે ઉપયોગી વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરી સમાપન કરવામાં આવ્યું હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P