મોડાસા હાઈસ્કૂલમાં શુભેચ્છા સમારોહ યોજાયો
0
ફેબ્રુઆરી 06, 2025

મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલના વર્ષ ૨૦૨૫ માં બોર્ડ પરીક્ષા આપનાર SSC અને HSC ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી પંકજભાઈ બુટાલા (ઉપપ્રમુખ, મોડાસા કેળવણી મંડળ), ઉદ્ઘાટક તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નામાંકિત એડવોકેટ શ્રી ભરતભાઈ એમ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. તથા કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી જયેન્દ્રભાઈ ભટ્ટ (મ.કેળવણી નિરીક્ષક, અરવલ્લી) ઉપસ્થિત રહ્યા. તથા મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. પરીક્ષામાં બાળકો કોઈપણ પ્રકારનો ડર ન અનુભવે, સ્વસ્થ મન સાથે પરીક્ષા આપે, જે કરો તે બેસ્ટ કરો, પોતાની જાતમાં વિશ્વાસ રાખો, માતા-પિતા અને ગુરુજનોનો આદર કરો જેવી વાતો દ્વારા મોટીવેશનલ વક્તવ્યો આપવામાં આવ્યા હતા. આ તબક્કે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બીપીનભાઈ ર. શાહ અન-ઉપસ્થિત હોવા છતાં ઓડિયો મેસેજ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.