ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિરની અરવલ્લી જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી
0
ફેબ્રુઆરી 27, 2025

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકે છેલ્લા ૪૩ વર્ષથી કાર્યરત માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિરની ચાલુ વર્ષે સમગ્ર અરવલ્લી જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે.સમગ્ર તાલુકા અને જિલ્લામાં શાળા ચારિત્ર્યની, ભાવનાઓની, સંવેદનાઓની, મુલ્યોની, વલણોની, શિસ્તબધ્ધતા અને પ્રતિબધ્ધતા સાથે કામ કરી રહી છે.શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં પણ શાળા સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહે છે.શાળામાં N.C.C, N.S.S, ઈકોક્લબ, ગ્રાહક સુરક્ષા, સ્કાઉટ ગાઈડ, કેરિયર કોર્નર જેવી તમામ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.શાળામાં જુદી - જુદી સામાજીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.સમગ્ર વર્ષ દરમ્યાન જુદી-જુદી રમતો જેવી કે, હેન્ડબોલ, નેટબોલ, બાસ્કેટબોલ, હોકી તેમજ ખો-ખો જેવી રમતોમાં શાળાના ખેલાડી ભાઈઓ-બહેનો રાજય અને નેશનલ કક્ષાએ ભાગ લેવા માટે જાય છે.શાળા કેમ્પસમાં ધો-૧૦ અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહ સહિતના પરીક્ષા કેન્દ્રો ઉપરાત રાજય સરકાર ધ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓનોં કેન્દ્ર, શિષ્યવૃત્તિ માટેની તમામ પરીક્ષાઓનોં કેન્દ્ર પણ છે.અર્બુદા સેવા સંઘ, ભિલોડાના શાળા સંચાલક - શ્રી દામુભાઈ પી. પટેલ ના સતત માર્ગદર્શન હેઠળ વિસ્તારના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત તમામ ટ્રસ્ટીશ્રીઓના કારણે ભૌતિક સુવિધાઓથી સજ્જ શાળાના આચાર્ય - રમણભાઈ કે. પટેલ, સુપરવાઈઝર - પ્રજ્ઞેશભાઈ આર. પટેલ, સમગ્ર સ્ટાફ પરીવારની મહેનતના કારણે શાળા પ્રથમ નંબરે રહી છે.તમામ પ્રવૃત્તિઓની સાથે-સાથે બોર્ડના પરિણામોમાં પણ શાળા હંમેશા પ્રથમ હરોળમાં રહી છે.શાળા દિન-પ્રતિ-દિન પ્રગતિ કરે તે માટેના તમામ પ્રયત્નો શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને શાળા પરિવાર કરી રહેલ છે.