રાજેન્દ્રનગર ના સહયોગ સંસ્થા ખાતે સાબરકાંઠા અને અરવલ્લીના દિવ્યાંગ બાળકોના શિક્ષકો માટેનો તાલીમ વર્ગ શુભારંભ કરવામાં આવ્યો રાજેન્દ્ર નગર ની સહયોગ સંસ્થા માં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે કામ કરતાં શિક્ષકો નો તાલીમ વર્ગ નું ઉદ્ઘાટન અરવલ્લી જિલ્લાના સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું જેમાં ત્રણ દિવસીય આ શિબિરમાં દિવ્યાંગ શિક્ષણ ના અનુભવી તજજ્ઞો દ્વારા બંને જિલ્લાના શિક્ષકોને દિવ્યાંગ બાળકો સાથે અનેકવિધ પ્રકારના શિક્ષણ ના પ્રયોગો કરવા જેથી કરીને દિવ્યાંગ બાળકો વધુથી વધુ સક્ષમ અને સરળ બનીને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ પોતાના રોજિંદા જીવનમાં શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજ ઉપયોગી અને પરિવાર ઉપયોગી બને ,તેવા વિચાર સાથે ત્રિદિવસીય સી આર.ઇ. તાલીમ વર્ગ યોજાયો જેમાં સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશી દ્વારા જણાવ્યું હતું કે હજુ જિલ્લામાં કેટલાય વિદ્યાર્થીઓ સર્વેથી વંચિત છે માટે વધુથી વધુ દિવ્યાંગ બાળકોનું સર્વે કરવામાં આવે તેમની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવે અને શાળામાં પ્રવેશ કરાવીને સાચા અર્થમાં દિવ્યાંગ બાળકોને સાક્ષર બનાવીને ધોરણ એક થી બાર નું શિક્ષણ પૂરું પાડવામાં આવે એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્રિદિવસીય શિબિરમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કો-ઓર્ડીનેટર અમિત કવિ અને કિર્તીસિંહ ચૌહાણ હાજર રહી ને સમસ્ત શિબિરનું સંચાલન કર્યું હતું