ભિલોડામાં બાયપાસનો વિરોધ અને ભિલોડા બજારમાં ઓવરબ્રીઝ બનાવવા સંદર્ભે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ ધ્વારા રેલી યોજાઈ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું
ભિલોડા, તા. ૦૫
અરવલ્લી જીલ્લાના હાર્દસમા ભિલોડા - ઈડર - શામળાજી (ખલવાડ અને લીલછા) ભિલોડામાં નવિન બાયપાસ રોડ બનાવવા સંદર્ભે વિરોધ પ્રદર્શન, રેલીનો કાર્યક્રમ યોજાયો હતો.ભિલોડામાં નવિન બાયપાસ રોડની જગ્યાએ ભિલોડા થી ઈડર ને જોડતા ભિલોડાના હાર્દસમા મુખ્ય બજારમાંથી પસાર થઈ રહેલ ધોરીમાર્ગ પર ફલાય ઓવરબ્રીજ બનાવવા સંદર્ભે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના બેઠકના
ધારાસભ્ય ડો. તુષારભાઈ ચૌધરી, અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારધી, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, કોંગ્રેસ અગ્રણીઓ ઈન્દુબેન તબીયાર, સુભાષભાઈ તબીયાર, વનરાજભાઈ ડામોર, કાલીચરણ હોથા, શામળભાઈ ભાંભી, શુભેન્દ્રસિંહ સિસોદિયા, બલભદ્રસિંહ ચંપાવત,
સતિષભાઈ તબીયાર, ભિલોડા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ રવિન્દ્રકુમાર અસારી સહિત રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજયના મુખ્ય મંત્રી, અરવલ્લી જીલ્લા કલેક્ટર ને સંબોધી ભિલોડા મામલતદાર બી.જી.ડાભી ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, (આદિજાતી ડિપાર્ટમેન્ટ) ના રાજેન્દ્રભાઈ પારઘી, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભિલોડામાં બાયપાસ રોડ બનાવવામાં આવશે તો ઘણાં આદિવાસીઓ જમીન વિહોણાં અને મકાન વિહોણા થાય છે. આદિવાસીઓની જમીન નાના - નાના ટુકડાઓમાં આવેલી છે. આદિવાસી જમીન વિહોણા થાય તેમ લાગે છે તો તેના બદલે ભિલોડા શહેરમાંથી ફલાય ઓવર બ્રીજ બને તો અસર ગ્રસ્તો જમીન વિહોણા ના થાય તેમ છે.વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં જળ, જંગલ અને જમીન હડપ કરવાના સરકારમાં વિરોધ કર્યો હતો.ભિલોડા શહેરના નાના - નાના લારી - ગલ્લાં, શાકભાજી, ફ્રુટ, કટલરી સહિત નાસ્તાઓની લારીઓના વેપારીઓ તેમજ આ વિસ્તારના સ્થાનિકોને અગ્રિમતા આપવી અને કાયમી ધોરણે નઝેવાળ તળાવની ફરતે જગ્યા ફાળવવી, બીરસામુંડા ટ્રાયબલ યુનિવર્સીટી S.T, S.C, O.B.C ની જગ્યાઓ ભરવી, ભિલોડા શહેરમાં ટ્રાફિક સમસ્યાના ગ્રહણનું કાયમી ધોરણે નિવારણ કરવું, ભિલોડા ગ્રામ પંચાયત મત વિસ્તારની જે તે ખાલી જગ્યાઓ પર પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ મેનેજમેન્ટ કવોટામાં શરૂ કરવી, રીક્ષા / ટેક્ષી ચાલકોને કાયમી સ્ટેન્ડ ફાળવવું, ભિલોડા તાલુકાના યુવાનોને લશ્કરી દળોમાં અને ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી કરવા અને પ્રોત્સાહિત કરવા માટે યોગ્ય જમીન ફાળવવી ગ્રાઉન્ડ બનાવી આપવું, ભિલોડા તાલુકામાં મંજુર થયેલ મેડીકલ કોલેજ ને સિવિલ હોસ્પિટલ, ભિલોડામાં અને BSC ફાળવવું, ભિલોડા તાલુકામાં અનેકવિધ રસ્તાઓ રીપેરીંગ ન થવાના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, તાત્કાલીક ધોરણે રીપેરીંગ કરવા, રસ્તાઓની આજુ-બાજુ બિનજરૂરી ઝાડનું કટીંગ કરાવવું સહિત અનેકવિધ પડતર માંગણીઓ સંદર્ભે રેલીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.ભિલોડામાં હાર્દસમા આંબલી બજાર વિસ્તારમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર ચોક થી મામલતદાર કચેરી સુધી શાંતિપુર્ણ માહોલમાં સરકાર વિરોધી ગગનભેદી નારાઓ, સુત્રોચ્ચાર સાથે રેલીનો કાર્યક્રમ યોજાયો હતો.