ધી મખદૂમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મખદૂમ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ભવ્યાતિભવ્ય અને ઉત્તેજના સભર વાર્ષિકોત્સવની ઉજવણી

 

 ધી મખદૂમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મખદૂમ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ભવ્યાતિભવ્ય અને ઉત્તેજના સભર વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની થીમ શાઈન 2025 હતી. ત્રીજા એન્યુઅલ ડે માં મુખ્ય મહેમાન ડોક્ટર મકબુલ હુસેન અનારવાલા તથા જનાબ જી. જી. ઝાઝ, જનાબ સાજીદભાઈ ખાનજી, જનાબ ઐયુબઅલી સૈયદ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા.- તિલાવતે કુરાન, મખદૂમ તરાનાથી શરૂ થયેલ કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી સહાનાબેનના સ્વાગત પ્રવચન, કેમ્પસ ડાયરેક્ટર મોહસીનાબેનના શાળાના વિઝન સ્ટેટમેન્ટ અને ઉપસ્થિત મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત સુધી પહોંચ્યો. શાળાના બાળકો દ્વારા એક પછી એક અવનવી અને આકર્ષક પ્રવૃત્તિઓ ઉપસ્થિત મહેમાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલી ભાઈ બહેનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. 

- મુખ્ય મહેમાનશ્રીનું પ્રસંગ અનુરૂપ પ્રવચન પ્રેરણાદાયી રહ્યું. શાયરીઓ અને વ્યાવહારિક જીવનની ઘટનાઓ થકી પોતાનો કિંમતી સંદેશ ઉપસ્થિત વાલીગણ સુધી પહોંચાડ્યો. અતિથિ વિશેષના પ્રવચનને પણ વાલીઓએ ધ્યાનપૂર્વક સાંભળ્યું.  કાર્યક્રમમાં બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ માટે પુરસ્કાર આપવામાં આવ્યાં. ઇનામો, મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.  સ્કૂલના ચેરમેન જનાબ નઈમભાઈ મેઘરેજીએ શાળાના આજ દિન સુધીના સંઘર્ષની વાતો કહી. શાળાને ઉચ્ચ સ્તરે લઈ જવા ભરપૂર પ્રયાસની બાંહેધરી આપી. 

- સંસ્થાના પ્રમુખ જનાબ સઈદઅહેમદ ભુરાએ શૈક્ષણિક સંસ્થાના ચાર સ્તંભ - બાલક, ચાલક, પાલક અને સંચાલક વિશે વાત કરી. વાલીઓનો સહયોગ માંગ્યો. સૌને સાથે મળી ભરપૂર પ્રયાસ કરવાની હાકલ કરી. રંગારંગ કાર્યક્રમમાં અચરજ પમાડે તેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકો અને શિક્ષકોએ અઢળક સન્માન અને ચાહના મેળવી. આજના આ કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડવા ભાઈ અમ્માર શેઠની મહેનત પ્રશંસનીય રહી.



ભાર વિધિ સાથે કાર્યક્રમ પૂરો થયો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P