અરવલ્લી મોડાસામાં આગામી તારીખ 27 જૂન અષાઢી બીજ ના દીવસે મોડાસા શહેરમાં રથયાત્રા નીકળવાની હોઈ તે માટે ડી.વાય.એસ.પી એન.પી આહીરની અધ્યક્ષતામાં અને મોડાસા ટાઉન પીઆઇ એ.બી ચૌધરી અને પીએસઆઇ રાઠોડની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ ભરત ભાવસાર. દિલીપ ભાવસાર અને હોદ્દેદારો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અરવલ્લી જિલ્લા પ્રમુખ સંજય ભાવસાર. પ્રદીપ પટેલ મોહરમ કમિટીના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના ઈકબાલભાઈ ચિસ્તી
આગેવાનો તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે પૂરતી વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવ્યું હતું