અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં આવેલ ભિલોડા તાલુકા આદર્શ પ્રાથમિક શાળા નંબર. ૧ માં તિથિ-ભોજન અપાયું હતું.કરણપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે સર્વે વિદ્યાર્થીઓને ચોપડા અને બોલપેન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.ચોપડા અને બોલપેન ના સૌજન્ય દાતા રામઅવતાર પી. શર્મા, સેવાભાવી પરીવાર, ભિલોડા દ્વારા સર્વે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.પ્રાથમિક શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરીવારે હ્રદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.સર્વે વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.