ભિલોડા તાલુકાના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો, સામાજીક આગેવાનો સહિત ખેડુતો મોટી ઉપસ્થિત રહ્યા


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કાર્યકર્તાઓ નો પ્રશિક્ષણ વર્ગ  શ્રી રામ કુમાર છાત્રાલય, ભિલોડામાં યોજાયો હતો. ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ - મંત્રી કુ. કલ્પનાબેન પટેલ, પ્રદેશ પ્રતિનિધિ જીવાભાઈ લટા, અરવલ્લી જીલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલ, જીલ્લા મંત્રી દિલીપભાઈ પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ શામળભાઈ પટેલ, તાલુકા મંત્રી લખાભાઈ તરાર, તાલુકા કારોબારી સભ્યો સહિત ખેડુતો મોટી સંખ્યામાં જુદા-જુદા ગામોમાંથી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ઉદ્દઘાટન સત્ર, ભારતીય કિસાન સંઘની રીતિ, નીતિ, ભારતીય કિસાન સંઘની કાર્ય પધ્ધતિ, ગ્રામ સમિતિ એ કરવાના કાર્યો, ૪ વિષય પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.ભા


રતીય કિસાન સંઘ ને ગ્રામ્ય કક્ષાએ મજબુત બનાવવા માટે આહવાન કર્યું હતું.ભારતીય કિસાન સંઘની સ્થાપનાથી આજ દિન સુધીની ભારતીય કિસાન સંઘની પ્રવૃત્તિ વિશે વિશેષ જાણકારી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકાના પુર્વ મંત્રી - નરોત્તમભાઈ પટેલ એ કર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P