મોડાસા ટાઉનહોલ સામે મુખ્ય પાંચ રસ્તા ખાતે ટ્રાફીક સિગ્નલનું લોકાપર્ણ
0
માર્ચ 01, 2025

મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી નિરજ બી. શેઠના વરદહસ્તે કરવામાં આવ્યું. મોડાસા શહેરમાં કેટલાય સમયથી મુખ્ય પાંચ રસ્તા ખાતે અવાર નવાર ટ્રાફીક થતો હોઇ આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મોડાસા નગરપાલિકા ધ્વારા ટ્રાફીક સિગ્નલ મુકવામાં આવેલ છે. જેનું આજ રોજ તા. ૦૧-૦૩-૨૦૨૫ને શનિવારે સાંજે ૪-૩૦ કલાકે શ્રી નિરજ બી. શેઠ, પ્રમુખશ્રી મોડાસા નગરપાલિકાના વરદહસ્તે લોકાપર્ણ કરવામાં આવેલ છે. જે લોકાપર્ણ કાર્યક્રમમાં શ્રી સંજયભાઇ કેશવાલા (એ.એસ.પી. સાહેબ), મુખ્ય અધિકારીશ્રી ભદ્રેશભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, કારોબારી ચેરમેનશ્રી અતુલભાઇ જોષી, આશીષભાઇ ચૌધરી, પ્રિયંકભાઇ પટેલ, રાકેશભાઇ મહેતા, હરેશભાઇ ભોઇ, મોહનભાઇ સલાટ તથા કાઉન્સીલરશ્રીઓ તેમજ મોડાસા શહેર ભા.જ.પા. પ્રમુખ વિપુલભાઇ કડીયા, તારકભાઇ પટેલ તથા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરજનો હાજર રહેલ. આ ટ્રાફીક સિગ્નલના નિયમોનું માર્ગદર્શન પોલીસ સ્ટાફ ધ્વારા એક માસ સુધી આપવામાં આવશે. આથી મોડાસાની જનતાને જણાવવાનું કે આ નિયમોનું પાલન કરે.