બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ‘ચાલો બનીએ આદર્શ’ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો...
0
માર્ચ 21, 2025

અરવલ્લી જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના 1100થી વધુ આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતિ શાંતાબેન પરમાર , જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી ઉષાબેન ગામેત , જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નૈનેશભાઈ દવેની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમનો આરંભ થયો હતો. આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, હિંમતનગરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામી પણ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તેઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે, તે માટે આ કાર્યક્રમ અંતર્ગત ‘ચાલો બનીએ આદર્શ’ની એપ્લિકેશનનાં માધ્યમથી પ્રેરણાદાયી વિડીયો તમામ શાળાઓને પ્રાપ્ત થનાર છે. બાળકોના સંસ્કાર ઘડતરનું કાર્ય બી.એ.પી.એસ સંસ્થા દ્વારા કાર્યરત આ કાર્યક્રમથી કઈ રીતે થશે તેનું માર્ગદર્શન સૌને પ્રાપ્ત થયું હતું. સારંગપુરથી પધારેલા પૂજ્ય જ્ઞાનનયનદાસ સ્વામીએ 'સા વિદ્યા યા વિમુક્તયે ' વિષય પર પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી ભારતના ઉજ્જ્વળ ભાવિ તરફ એક ડગલું આગળ ભરવાની નેમ સર્વે આચાર્યશ્રી તથા શિક્ષકોએ લીધી હતી.