સરકારી વિજ્ઞાન કોલેજ, ઊંઝા નું
0
માર્ચ 16, 2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.પાટણ દ્વારા આયોજીત 35 મો યુવક મહોત્સવ યુનિવર્સિટી કેમ્પસ પાટણ ખાતે યોજાયો હતો. યુનિ. સંલગ્ન જુદી જુદી કોલેજોના ૧૦૦૦ ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ મહોત્સવમાં ભાગ લઈ કલા કૌશલ્ય પ્રસ્તુત કર્યું હતું. ડ. આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કોલેજ, ઊંઝાના વિધ્યાર્થીઓએ રંગોળી, વક્તૃત્વ, હળવું કંઠ્ય સંગીત, પોસ્ટર સ્પર્ધા, શીઘ્રચિત્ર સર્જન વગેરે સ્પર્ધાઓમાં સાંસ્કૃતિક સમિતિ ના સંયોજક પ્રા. ડો એચ વી જોષીના માર્ગદર્શનમાં ભાગ લીધો હતો. યુવક મહોત્સવ - કલ્પવૃક્ષમાં અત્રેની ડો આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કોલેજ, ઊંઝાની બી.એસ.સી સેમ - ૪ માં અભ્યાસ કરતી કુ. રિદ્ધિ હરેશભાઇ પટેલ રંગોળી સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય સ્થાને વિજેતા બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું. કુ. રિધ્ધિ પટેલે વિકસિત ભારત ૨૦૪૭ની થીમ પર સુંદર રંગોળીનું મૌલિક સર્જન કર્યું હતું. હે ઉ ગુ યુનિ. પાટણ ના કુલપતિશ્રી ડો કે સી પોરિયા, કુલસચિવ ડો રોહિતભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કલ્ચરલ અને સ્પોર્ટ્સ નિયામકશ્રી ડો ચિરાગ પટેલના હસ્તે વિજેતા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ઝ કોલેજના આચાર્ય ડો જગદીશ એચ. પ્રજાપતિએ કુ. રિધ્ધિ પટેલની આ સિદ્ધિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રા. મહેશભાઈ ચૌધરી અને મુલાકાતી વ્યાખ્યાતા પ્રા. ડો એકતાબેન પટેલે ટીમ મેનેજર તરીકે સતત સાથે રહી ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.