મોડાસામાં હિંગળાજ ક્રેડિટ કો ઓ & ધિરાણ મંડળીએ રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સ્મશાન ગૃહમાં 11હજારનુ દાન આપ્યું
0
ઑગસ્ટ 02, 2025

મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ સંચાલિત જ્ઞાતિની ગુજરાતમાં સૌ પ્રથમ ધી હિંગળાજ મંડળી ચાલુ વર્ષે રજત જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે આ નિમિત્તે મોડાસાના અલગ અલગ સેવાકીય સંસ્થાઓમાં નાનું મોટું દાન આપવામાં આવેલ છે મોડાસા મહાજન સંચાલિત સ્મશાન ગૃહમાં આ પ્રસંગે મોડાસા મહાજન મંડળના પ્રમુખ જયેશભાઈ દોશી અને સુરેશભાઈ શાહને રૂ 11,હજારના દાનનો ચેક મંડળીની ઓફીસ ખાતે અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે મંડળીના ચેરમેન જગદીશ ભાવસાર વાઇસ ચેરમેન મેહુલ ભાવસાર મેનેજિંગ ડિરેક્ટર હિમાંશુ ભાવસાર અને ડિરેક્ટરો ઉપસ્થિત રહેલા હતા