સરડોઇમા ડો બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતીની પ્રગતિ સેવા ટ્રસ્ટ સરડોઇમા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી...
0
એપ્રિલ 14, 2025

ડોબાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી ની પ્રગતિ સેવા ટ્રસ્ટ સરડોઇદ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તેજસ્વી તારલાઓ નું સન્માન નિવૃત્ત અધિકારી તથા નવીન નિમણૂક પામેલાનું આમંત્રિત મહેમાન તથા ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ટ્રોફી અને સન્માન પત્ર આપી શાલ ઓઢાડી ફુલહારથીથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શ્રી હસમુખ સકસેના શ્રી દુર્ગેશભાઈ પ્રણામી શ્રી ભરતભાઈ પરમાર શ્રી ઈશ્વરચંદ્ર ભાવસાર જયદત્તસિંહ પુવાર ડાહ્યાભાઇ સુતરીયા શ્રી અમૃતભાઈ પ્રણામી ડો ડી એફ પરમાર શ્રી અરખાભાઈ પ્રણામી શ્રી ગુણવંતભાઈ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં તમામ મહેમાનોનું સ્વાગત પ્રમુખ શ્રી ગૌતમભાઈ સોલંકી તથા આભારવિધિ કનુભાઈ પ્રિયદર્શી દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ પ્રણામી દ્વારા કરવામાં આવ્યું હતું