*હિંમતનગર એસ.ટી.વિભાગના હાર્દસમા ભિલોડા એસ.ટી.બસ સ્ટેશનમાં વર્ષોથી સી.સી.ટી.વી કેમેરાની તાતી જરૂરિયાત... સી.સી.ટી.વી કેમેરા શોભાના ગાંઠીયા સમાન...*



*અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકમાં કાર્યરત એસ.ટી.બસ સ્ટેશનમાં હજ્જારો મુસાફરોની અવર-જવર વચ્ચે જાગૃત મુસાફરોએ જણાવ્યું કે, છેલ્લા ધણા વર્ષોથી ભિલોડા એસ.ટી.બસ સ્ટેશનમાં સલામતીના ભાગરૂપે સી.સી.ટી.વી કેમેરાની જરૂરિયાત હોય પરંતુ કેમ લગાવતા નથી ?*

*જાગૃત મુસાફરોએ જણાવ્યું કે, એસ.ટી.બસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી સી.સી.ટી.વી કેમેરાનું સંપુર્ણ મટીરીયલ્સ આવેલ હોવા છતાં સી.સી.ટી.વી કેમેરા લગાવાતા નથી ? હજ્જારો મુસાફરોની અવર-જવર દરમિયાન ક્યારેય-ક્યારેય ભારે ભીડ એકત્રિત થઈ જાય ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, ખિસ્સા કાતરૂઓ ભીડભાડની તક નો લાભ ઉઠાવી મુસાફરોના ખિસ્સા કાપીને પલભરમાં પલાયન થઈ જાય છે.મહિલા મુસાફરોના સોનાના દાગીના સહિત માલ - સામાન ચોરાઈ જાય છે.અસહ્ય ગરમી હોય ત્યારે દિવસ દરમિયાન બંધ પંખા શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.રોજીંદા હજ્જારો મુસાફરોની અવર-જવર ધરાવતા એસ.ટી.બસ સ્ટેશનમાં મફત પીવાના પાણીની પરબમાં માત્ર બે જ નળ છે.રાત્રી દરમિયાન બંધ લાઈટો શરૂ કરાવવાની તાતી જરૂરિયાત છે.*

*હિંમતનગર એસ.ટી.વિભાગના હાર્દસમા ભિલોડા એસ.ટી.બસ સ્ટેશનમાં કાયમી પોલીસ પોઈન્ટની બુલંદ માંગણી ઉદભવી છે.ભિલોડા એસ.ટી.બસ સ્ટેશન પરીસરમાં બેફામ રીતે પુરપાટ ઝડપે હાઈ-સ્પીડ બાઈક ધરાવતા અમુક બાઈક સવારો અવનવા સ્ટંટ કરીને તરખાટ મચાવતા હોય ત્યારે મહિલા મુસાફરો સહિત વિદ્યાર્થીઓ ભયભીત થઈ જાય છે.હજ્જારો મુસાફરોની અવર-જવર વચ્ચે સલામતી અર્થે પોલીસ પોઈન્ટની સત્વરે તાતી જરૂરિયાત છે.ભિલોડા એસ.ટી.બસ સ્ટેશનમાં વર્ષો પહેલા પોલીસ પોઈન્ટ કાર્યરત હતો.*

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P