અરવલ્લી ઠાકોર ક્ષત્રિય સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નો મંત્રીશ્રીના હાથે પ્રારંભ... દે
શ માં ક્રિકેટનો માહોલ બરોબર રંગ પકડી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ગુજરાત ભરમાં થી ક્ષત્રિય સમાજના ટેલેન્ટેડ ક્રિકેટરો ની પ્રીમિયર લીગ અરવલ્લી જિલ્લા મોડાસાના જીનિયસ ગ્રાઉન્ડમાં મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો જેમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહજી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા નિખિલ પરમાર સામાજિક કાર્યકર નિલેશ જોશી અને આ આયોજન ના મુખ્ય પોન્સર મિત્તલ ગ્રુપ ના ઓનર શનિ પરમાર રમાણા વાળા ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી અન્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું મંત્રી ધારાસભ્યશ્રીઓ એ ક્રિકેટ રમી ને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનો ખેલ પ્રત્યેની ભાવના ખેલદીલી ની ભાવના એકબીજા પ્રત્યે વધે તે વાત મંત્રીશ્રી અને મહેમાનો દ્વારા કરવામાં આવી હતી સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન હિરેન પરમાર મહેન્દ્રસિંહ પરમાર આદિ પરમાર કિરણસિંહજી પરમાર દ્વારા કરવામાં આવ્યું