મોડાસા તાલુકાના સરડોઈ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું.


 સરડોઈ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે  દાતાશ્રી અને ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ ભાવસાર દ્વારા શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દાતા શ્રી ઈશ્વરભાઈ ભાવસાર નો સરડોઈ પ્રાથમિક શાળા પરિવાર તરફથી સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવી હતું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર અને એડિશનલ કલેક્ટર શ્રી આર એમ કુંચાલા સાહેબ તથા લાઇસન અધિકારી શ્રી કુંદનબેન રાઠોડ તથા શિક્ષણ મોતીભાઈ નાયક સી.આર.સી સભ્ય હરપાલસિંહ ડેપ્યુટી સરપંચ અમૃતભાઈ તથા ગામના અગ્રણીઓ હાજર રહી પ્રવેશોત્સવ તેમજ કેળવણી મહોત્સવ પ્રસંગની દિપાવ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તથા વિનોદભાઈ પટેલ તથા જતીનભાઈ પટેલ પ્રિયાબેન તથા સર્વે શાળા પરિવારે હાજર રહી આજના પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P