માલપુર તાલુકા ની પરસોડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો..


માલપુર તાલુકાના વરસોડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો.. જે પ્રસંગે શાળાની બાળકીઓ  દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં માલપુર આઈ.સી.ડી.એસ વિભાગ ગીતાબેન, સી.આર.સી લીલાબેન દ્વારા શાળા ના તેજસ્વી બાળકો ને સન્માનિત કરવા માં આવ્યા હતા. પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાપક જપીનભાઈ ઠાકર, મેહુલભાઈ પંડ્યા, સનાતન પરિવાર અધ્યક્ષ હર્ષુ પંડ્યા દ્વારા નવીન પ્રવેશ લેતા બાળકોને શૈક્ષણિક કીટ આપી કન્યા કેળવણી નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.. આ પ્રસંગે પરસોડા હાઇસ્કુલ આચાર્ય સુરેશભાઈ, એસ.એમ.સી ના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.. શાળાના આચાર્ય શ્રી સંગીતાબેન ગોર દ્વારા દીકરીઓના અભ્યાસ માટે સરકાર દ્વારા કાર્યરત યોજનાઓ અંગે માહિતી આપી ઉપસ્થિત ગ્રામજનોનો આભાર માનવા માં આવ્યો હતો.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.. સૌ બાળકો દ્વારા વૃક્ષો વાવી તેનું જતન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P