મોડાસા ટાઉન પીઆઇ એ. બી. ચૌધરી ની અધ્યક્ષતામાં આગામી રમજાન ઈદ નો તહેવાર આવતો હોય જેને લઇ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ઇદગાહ કમિટીના હોદ્દેદારો તેમજ રથયાત્રા સમિતિના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
ઈદ નો પર્વ શાંતિ અને ભાઈચારાથી ઉજવાય તે માટે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી મોડાસા ટાઉન પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.