મોડાસા 43મી રથયાત્રાનો ભવ્ય રીતે બાલકનાથજી મંદિરેથી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે રથ ખેચી પ્રારંભ કરાવ્યો....
0
જૂન 27, 2025

મોડાસા નગરની 43 ની રથયાત્રા પ્રતિવર્ષની જેમ સવારે 10:30 કલાકે પૌરાણિક આસ્થાનું પ્રતિક સમાન બાલકનાથજી મંદિરેથી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પારીક રથને ખેંચી મહંત પ્રખર કથાકાર વિષ્ણુદાસજી મહારાજ ગોગા ધામ ગારુડીના ભુવાજી ચેતનભાઇના આશીર્વચન સાથે પ્રારંભ થયો હતો રથયાત્રા સમિતિના પ્રમુખ ભરત ભાવસાર જયેશ ભાવસાર દિલીપ ભાવસાર ધર્મેન્દ્ર ભાવસાર સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઢોલ નગારા ડીજેના સંગીત શ્રદ્ધાળુઓ સાથે પ્રસ્થાન થયું હતું ભગવાન જગન્નાથજીનુ મામેરુ હિંગળાજ મંડળ ભજન મંડળના આયોજનથી જ્યોત્સનાબેન કનુભાઈ સોનીએ શોભાવ્યું હતું રથયાત્રામાં ઘોડેસવાર જુદી-જુદી ઝાંખીઓ સાથેના ટ્રેક્ટરો ભજન મંડળીઓ અલગ અલગ વેશભૂષા અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બનેલા હતા તેઓનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું બાલકનાથજી મંદિરેથી નીકળેલી રથયાત્રા આઝાદ ચોક ગાંધી ચોક સરસ્વતી બાલમંદિર ચાર રસ્તા ઉમિયા માતાજી મંદિર કલ્યાણ ચોક બસ સ્ટેન્ડ ભાવસારવાડા કડિયાવાડા જુના પોલીસ સ્ટેશન થઈ નિજ મંદિરે મોડી સાંજે પરત ફરી હતી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેવો દર્શન કરી ધન્યતા અનુભવતા હતા