મોડાસા
તાલુકાના બોલુંદરામાં શ્રીકૃષ્ણાશ્રમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના 71 મા જન્મ દિવસ નિમિત્તે આજરોજ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આશ્રમના પ્રાધ્યાપક માનવ પુરોહિત અને સર્વે ઋષિકુમારોના મંત્રોચાર સાથે મહામૃંત્યુજય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમના અગ્નિહોત્રી આત્રેયભાઈ વ્યાસ દ્વારા આશિર્વાદ પાઠવવામાં આવ્યા હતા અવસરે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના જન્મ દિવસે એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ વિવિધ સેવાના કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું યાગ દરમિયાન પૂજા-અર્ચના કરી યાજ્ઞનારાયણના ચરણોમાં શીશ નમાવી પ્રમુખ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે યાગમાં ભાગ લીધો હતો અને ભગવાનની કૃપાની યાચના કરી હતી. યાગ દરમિયાન જિલ્લા ભાજપના મહામંત્રી હસમુખભાઈ પટેલ,જગદીશભાઈ ભાવસાર ,સાબરડેરીના ડિરેક્ટર શામળભાઈ એમ પટેલ, જિલ્લા મીડિયા કન્વીનર પ્રભુદાસભાઈ પટેલ અને જિલ્લા ભાજપના અન્ય હોદ્દેદારો અને મોડાસા તાલુકા ભાજપના પ્રમુખ મહિપાલસિંહ ,તાલુકા મહામંત્રીઓ રમેશભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ તાલુકાના ભાજપના. સંગઠન હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાત સ્થાનિક કાર્યકર પ્રતીક પટેલ,નટુભાઈ પંચાલ ,નટવરસિંહ વગેરે તેમજ અભી જૈન (મેઘરજ )ઉપસ્થિત રહ્યા હતા