*જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ પ્રદીપ ખંભોળજા ના માતૃશ્રી સ્વ ભાનુમતિબેન ખંભોળજા ના સ્મરણાર્થે બાળકોને તિથી ભોજન*



 વિશ્વભરમાં ભારત દેશ એ વસુદેવ કુટુંબક ને ભાવનાથી ભરેલો દેશ છે આ દેશમાં પ્રજાના કલ્યાણ માટે  શ્રી રામ, સમ્રાટ અશોક જેવા રાજાઓ બુદ્ધિશાળી અને જ્ઞાનના ભંડાર સમા ચંદ્રગુપ્ત, ચાણક્ય, કૌટિલ્ય ઈશ્વરની ભક્તિમાં તલ્લીન એવા શ્રી હનુમાનજી, મીરા, શબરી, નરસિંહ મહેતા, માત પિતાની સેવા કરનારા શ્રવણ આ ધરતી પર અવતાર લીધા છે તેમની અને તેમના કાર્યોને આજે પણ સજીવન રાખવામાં કાર્યો થાય છે

        જાયન્ટ્સ મોડાસા પ્રમુખ અને સર્વોદય પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય તથા સંગીત શિક્ષક પ્રદીપ ખંભોળજા અને તેમના ધર્મ પત્ની નયના ખંભોળજા દ્વારા તેમના માતૃશ્રી સ્વ ભાનુમતિબેન મધુસુદન ખંભાળિયા ના સ્મરણાર્થે સર્વોદય શાળાના બાળકોને પોષણયુક્ત ભોજન તિથિ ભોજન તરીકે આપવામાં આવ્યું. આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર,જાયન્ટ્સ સહિયર પ્રમુખ અમિતા સોલંકી, સહિયર બહેનો,શાળા શિક્ષકો ,જાયન્ટ્સ મોડાસા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P